Monday, February 20, 2012

વ્યસન મારી નજરે.

વ્યસન મુક્ત વ્યક્તિ ચારિત્રશીલ સમાજનું નિર્માણ કરે છે.
વ્યસન મુક્તિ એટલે જ નિરામય ભક્તિ.
વ્યસન મુક્તિ એટલે જ સમર્પણ, સંતુષ્ટિ અને તંદુરસ્તી.
વ્યસન મુક્તિ એ સમાજની તંદુરસ્તીની પૂર્વશરત છે.
મનુષ્ય જીવન એ પ્રભુનો આદર છે, વ્યસન એ પ્રભુનો અનાદર છે.
વ્યસનો એટલે વ્યક્તિ, કુટુંબ, સમાજ અને રાષ્ટ્રનાં પ્રશ્નો.
વ્યસન કોઇપણ અપરાધની આધારશિલા છે.
વેપારની સફળતા વ્યસનથી નથી, વિનય, વિવેક અને વિનમ્રતાથી છે.
વ્યસની વ્યક્તિનો સ્વયં સિવાય કોઇ શત્રુ નથી.
તંદુરસ્ત જીવન એટલે ઇશ્વર સાથે સંવાદ, વ્યસની જીવન એટલે વિસંવાદ.
જીવનની મધુરતામાં વ્યસન ઝેર સમાન છે.
વિના વ્યસન મુક્તિ નહિ તંદુરસ્તી.
વ્યસનથી મોટો કોઇ શત્રુ નથી.
વ્યસન નરકની ખીણ છે.
વ્યસની એવું વૃક્ષ છે જે પોતાના ભારથી તૂટી પડે છે.
વ્યસનનો આરંભ અજ્ઞાનતાથી થાય છે અને અંત પારાવાર પીડાથી આવે છે.
વ્યસનનાં વૃક્ષમાં હમેશા દુખ અને પીડાનાં ફળો લાગે છે.
જીંદગીને રાખ થતી અટકાવો, વ્યસન આજે જ છોડી દો.
વેડફાતી જીંદગીને સંભાળી લો, વ્યસન આજે જ છોડી દો.
વ્યસન મધુર ઝેર છે જે પહેલાં લોભાવે છે, પછી ખતમ કરે છે.
વ્યસન દુરાચારની જનની છે.
વ્યસન એ સર્વનાશનું કારણ છે.
વ્યસન એટલે વિનાશ.
વ્યસન મુક્તિ એ જ જીવન.
વ્યસન છોડો જીવન જોડો.
વ્યસન એવું ઝેર છે, એ જેનાં જીવનમાં વ્યાપે છે તે પોતાની સાથે પોતાનાનાં જીવનને પણ નર્કમય બનાવે છે..ને આ નર્કથી પશુઓ પણ દૂર રહે છે.
જીવન એ કુદરતનું એક અણમોલ વરદાન છે એમાં વ્યસન એ એક સ્વસર્જીત અભિશાપ છે.
વ્યસની વ્યક્તિ ચિંતા, તણાવ કે વિપરીત પરિસ્થિતિ સામે ઝડપથી શરણાગતિ સ્વીકારી લે છે.
હતાશ, નિરાશ, ધ્યેયવિહીન તથા આળસુ લોકોને વ્યસન ઝડપથી પોતાના ભરડામાં લઇ લે છે..વિચારોને હકારાત્મક તથા ધ્યેય અભિમુખ રાખો અને વ્યસન ને દૂર રાખો.
વ્યસનના માર્ગે આગળ જતો વ્યક્તિ વિનાશ અર્થે ધસમસતા ચક્રવાત જેવો હોય છે, જે પોતાનું પ્રેય અને શ્રેય વિસરી જાય છે.

માઈક મળે તો કોઈ છોડે ?

પરસેવો બીચ્ચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમતેમ દોડે !
માઈક મળે તો કોઈ છોડે ?

નાના અમથા એ ટીપાં શું જાણે ? આ ભાષણ શું કરવાની ચીજ છે ?
આકાશે ચાંદો છે, ચાંદામાં પૂનમ ને પૂનમના પાયામાં બીજ છે
વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુને આમતેમ જોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

ઉધરસ ને નસકોરા રમત્યે ચડે ને એ ય બગ્ગાસા વ્હેંચાતા ભાગમાં
કંટાળો જાણે કે આખ્ખું કુટુમ્બ લઈ ફરવા આવ્યો ન હોય બાગમાં
તાજા ઉઘડેલ એક વક્તાને ડાળીએથી ખંખેરી ખંખેરી તોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

છેલ્લી બે વાત, એવું કાનમાં પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે
છેલ્લી, છેલ્લી છે એમ બોલી બોલીને પાછો આખ્ખો કલાક એક ચાવે
સાકરના ગાંગડાને કચ્ચકચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે

હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે,
હજી પણ અમને પુછી રહ્યા છે કે તારુ ઘર ક્યા છે.

મને પણ કોઇ શક પહેલી નજર ના પ્રેમ પર ક્યા છે,
મગર મારા તરફ એની હવે પહેલા જેવી નજર ક્યા છે.

મળી લઈએ હવે આવે સુખદ અંજામ ઉલ્ફત નો,
તને મારી ફીકર ક્યા છે, મને તારી ફીકર ક્યા છે.

બીછાવ્યા તો નથી એમાય કાંટા કોઇયે “બેફામ”
મરણ પહેલા જરા હુ જોઇ લઊ મારી કબર ક્યા છે.

હું એક પુરુષ છું ને તું એક સ્ત્રી છે

હું એક પુરુષ છું ને તું એક સ્ત્રી છે ,
હું તો સાવ ફ્રી છું , બોલ તું યે ફ્રી છે?

યુગો આવે જાય,પણ પ્રેમ બદલાશે નહી
એજ આદમ-ઇવ છે ને એજ એપલ ટ્રી છે!

ચહેરાં જુદા જુદા ને મજા જુદી જુદી છે
કોને પસંદ કરું ? ટુ બી કે નોટ ટુ બી છે !

આપો આપો આપો,માંગો નહી જરાયે
પ્રેમ કરવાની એજ 'માસ્ટર -કી' છે !

ખુશ્બુ ઉડે બધે ને બદનામ તોયે ભમરો !
કારણ કે 'હી' -"હી' છે ને "શી'-"શી' છે!

આપનું મિલન હો કે જુદાઈ,બેઉ ચાલશે ,
આખરે તો ઘીના ઠામ માં પડેલું ઘી છે ..

એક ને ચાહો કે ચાહો જગત આખાને ,
બસ એટલું જ સત્ય અતઃ થી ઈતિ છે .

એક દિકરીએ કાગળ લખ્યો માતાને સરનામે

એક દિકરીએ કાગળ લખ્યો માતાને સરનામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે,

એક લાખ સપનાઓ માડી મેં તો ઉદરમાં જોયા,
પણ મારી હત્યા પાછળ ના કોઈ હદયથી રોયા,
હું ધલવલતી કે દિકરો ના બની શકી એ ડામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…

તુ’ય કોકની દિકરી યાદ છે,તું’ય કોકની થાપણ !
વાંક શું મારો ?કા આપ્યું આ જનમ ની પેલા ખાપણ,
તું દિકરા માટે ઝંખે,પણ કલંક માં ના નામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…

ભૃણની હત્યા નથી માત્ર આ,છે મમતાનું મોત,
તારા એક આ કૃર વિચારે, બુઝી કરૂણા જ્યોત્‌
ઓળખી જાજે આવીશ જલદી ડૉક્ટર થઈને,સામે
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…

હવે ભાઈલો જન્મે ત્યારે દે જે ચુમ્મી મારી,
આવજે મમ્મી ક્યાંક હજી છે મારી ઈન્તેજારી,
હવે તો દિકરો તારો, વૃધ્ધાશ્રમ મોકલે તો જામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…

દિકરીને કોઈ જનમ ન દેશે દિકરા કેમ પરણશે ?
બંધ કરો આ પાપ,માફ તો ઈશ્વર પણ ના કરશે ,
‘સાંઈ’ દિકરીનો કાગળ લઈ,ફરતો ગામે ગામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Hostgator Discount Code